Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Others

5.0  

Rajesh Hingu

Others

નયનોના વારથી

નયનોના વારથી

1 min
412


નયનોના વારથી હું હણાયો ખરેખરો,

છૂટી ગયા તમે તો કહી "નરો વા કુંજરો !"


ટ્રાફિક નિયમ તૂટે તો પહોંચી જશે ઘરે,

દિલ તોડવાનો મેમો કદી ફાટશે ખરો ?


માઝા મુકી છે મંદીએ, ના લૉન પણ મળે,

મોંઘી મૂડી છે લાગણી, સમજીને વાપરો,


પરવાનગી વગર તો નથી કોઈને પ્રવેશ

અપવાદ છો તમે, આ દિલે ક્યાંય પણ ફરો,


વિશ્વાસ રાખી પેટછૂટી વાત જે કહે,

એનાં જ પેટમાં ઘુસી પગ પહોળાં ના કરો


Rate this content
Log in