Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બારમાસી ગીત
બારમાસી ગીત
★★★★★

© Dilip Ghasvala

Romance Inspirational Classics

1 Minutes   20.2K    6


Content Ranking

આપને આપી મને ઈશે પૂરી કરી મારી માનતા સખી;

આંખો આપની દ્રષ્ટિ અમારી: સપનાં ખૂબ ફળતાં સખી.

‘કારતક’ના કામણગારા દિવસ ગણતાં સખી;

કોડ મારા એમ પુરાં તમે કરતાં સખી.

‘માગશર’ની મઘમઘતી મનહર રાતમાં;

રાત રાણી મોગરાના ફૂલો ઝરતાં સખી.

‘પોષ’ની હાડ થીજાવતી ઠંડી શિશિરે;

એક રજાઈમાં સંગ સંગ થરથરતાં સખી.

‘મહા’ની મધ્યાહ્નને અમે ચોર્યા ટહુકા કોકિલ;

પંચમ સુરે “ટહુકા પાછાં આપો” કરગરતાં સખી.

ફોરમતા ‘ફાગણ’ના પહેરી છોગાં આવ્યાં તમે;

ખુદ થઈ બેહોશ હોશ ઉડાડી નિંદર હરતાં સખી.

‘ચૈત્ર’ની બળબળતી ચાંદનીથી જો બદન બળે;

ચંદનનો લેપ લઈ ખુદ અમ સન્મુખ ધરતાં સખી.

બળબળતી ‘વૈશાખ’ની ધગધગતી ઉષ્ણ બપોરે;

વારંવાર ડંખીલા શીતળ સ્પર્શથી કનડતાં સખી.

‘જેઠ’ માસે વટથી વ્રત કરતાં અમ સખી સાવિત્રી;

ભજન કીર્તન હરતાં ફરતાં કરતાં સલુણાં સખી.

‘અષાઢ’ની મેઘલી ભેજલ રાત્રીના ગાઢ અંધકારે;

વીજ ઝબકારે અચાનક પ્રકટ થઇ ઝળહળતાં સખી.

“શ્રાવણ’ની એક ધારે એકધારું ભીંજવતી મેઘ કન્યા;

મનમાં મન પાંચમનો મેળો રચી મહાલતાં સખી.

‘ભાદરવા’ની ભરપૂર જળ રાશીની પવિત્ર સાક્ષીએ;

અંજલિ ધરીને સ્મરણ એકસામટા ગટગટાવતાં સખી.

‘આસો’માં અવસરના આસોપાલવ બારસાખે બાંધી;

શક્તિ રૂપેણ કુમકુમ પગલે અમ ઉરે સંચરતાં સખી.

બારમાસી દાંપત્ય ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..