Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

ઝાંખી પડી...

ઝાંખી પડી...

1 min
1.3K


આ સુરજ સામે નયન ધરતાં નજર ઝાંખી પડી..
જોતજોતામાં અરુણની એ બગી પાછી પડી..
 
આંખ સામે દીપકોની આવતી વણઝાર જોઈ..
આમ જોને નભમંડળની ચાંદની ઝાંખી પડી..
 
તૂટતાં એ તારલામાં ઝંખનાઓ જાગતા..
કંઈક મૂરાદો અચાનક આંખમાં બાજી પડી..
 
જોઈ છે આ ધૃવ તારાની અડગતા પણ અમે..
સ્થિરતાની કેહવાતી વાયકા કાચી પડી..
 
ચાલતી થઈ રાત છોડી આ ગગનના સાથને..
કોણ પુરશે આ નભે રંગો, જગા ખાલી પડી..
 
છેવટે આવી ગયો પ્રકાશ પાથરવા રવિ..
કલરવે પંખી તણા, આ રાત જો ભાંગી પડી..
 
આવતા જોઈ સવારને આ "જગત"ની નાત પણ..
ભાનુના સાથે નવા સંકલ્પમા લાગી પડી..


Rate this content
Log in