હોય છે
હોય છે
1 min
13K
જિંદગીભર એ ઉખાણું હોય છે,
કેવી રીતે જીવવાનું હોય છે?
જે રીતે અહીંયાં જિવાયું હોય છે,
કાવ્ય એનું ક્યાં લખાયું હોય છે.
તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.
હું ટપાલી છું તમારી મ્હેકનો,
બસ તમારે ખીલવાનું હોય છે.
ઝાંઝવે જાતાં હરણને રોક–મા!
એ જ એનું પાણિયારું હોય છે.
તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મુકાયું હોય છે