Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

વીજોગણ!

વીજોગણ!

1 min
7.0K


વનરાવનમાં ભટકતી એ.. જોગણ.. જોગણ.. જોગણ.. વીજોગણ!
પળ પળ માથા પટકતી એ.. જોગણ.. જોગણ.. જોગણ.. વીજોગણ!
 
સપના જોયા'તા એ તૂટ્યા,
હાથોમાંના હાથ છૂટ્યા,
ગાંડી થઈ એ દોડે જોને;
ચુંદડી જોને ચટ્કતી એ.. જોગણ.. જોગણ.. જોગણ.. વીજોગણ
 
ક્યાં ગયા જેણે હૈયા લૂટયા,
આંખોમાં હવે આંસુ ખુટ્યા,
વનમાં એ હવે પૂછે કોને;
ભણકારે ક્યાંક અટકતી એ.. જોગણ.. જોગણ.. જોગણ.. વીજોગણ
 
હાથોમાં હતા નામ ઘુટ્યા,
એકલી એના ભાગ ફુટ્યા,
બાવરી એ હવે મરતી છોને;
તરુવરે જોને લટકતી એ.. જોગણ.. જોગણ.. જોગણ.. વીજોગણ!
 
વનરાવનમાં ભટકતી એ.. જોગણ.. જોગણ.. જોગણ.. વીજોગણ!
પળ પળ માથા પટકતી એ.. જોગણ.. જોગણ.. જોગણ.. વીજોગણ!

 


Rate this content
Log in