Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arti Soni

Others

3  

Arti Soni

Others

રુમઝુમ રુમઝુમ હેલી આવી...

રુમઝુમ રુમઝુમ હેલી આવી...

1 min
13.8K


રણઝણ વાજીંત્રો રેલાતી,
સરગમ કરતી ગીતો ગાતી,
ભીના શ્વાસે  ઢોલક બજતી,
રુમઝુમ રુમઝુમ હેલી આવી...

કોયલ ટહુકાવે આવી ગઇ,
પાયલ રણકાતી આવી ગઇ,
મુખડું મલકાતી આવી ગઇ,
રુમઝુમ રુમઝુમ હેલી આવી...

હૈયું વરસી કેવું તરસે,
સાથે કેવી ગંગા વરસે,
આંખો કેવી પ્રેમે છલકે,
રુમઝુમ રુમઝુમ હેલી આવી...

ફરફર ફરફર વાયુ વાયે,
ઘનઘોર ગગન વાદળ ઘેરે,
ટપટપ વર્ષી લપટે બદને,
રુમઝુમ રુમઝુમ હેલી આવી...

કુંણે  કુંણું સ્પંદન ફૂટે,
પગલે પગલે ઘુઘરી ખણકે,
આંખોના ઊલાળે ઝળકે,
રુમઝુમ રુમઝુમ હેલી આવી...


Rate this content
Log in