Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સરવાળે સફરમાં

સરવાળે સફરમાં

1 min
251


પામવા કિનારો સમદર ખુંદી ઝૂમી રહ્યા,

મોઝાંની બાથમાં ફીણે ફંગોળાતા રહ્યા.


મોજાની રફતારના સરવાળે ફીણાતા ગયા,

અગણિત બિંદુએ ઓગળી પથરાતા ગયા.


એમ ગુણાકારે ગુણાતા ભાગાકારે ભાગતા ગયા,

આખરે બાદબાકીમાં વધી શેષે શોષાતાં ગયા.


સરવાળે શેષમાં વધેલી શૂન્યોના સરવાળે રહ્યા,

જ્વાબે પ્રશ્નાર્થ ? અંકોના આંકડે મથતા રહ્યા.


શેષના સર્જનમાં ગણિતની શૂન્ય બાજી મારી ગઈ,

હતા ત્યાંને ત્યાં ગણિતના ચકરાવે ફેર બદલી થૈ.


ઉગવાથી આથમવા સુધીના રસ્તાની સફર થઈ,

પામવા મેળવ્યાના વ્યાકરણની ભૂખ અફર રહી.


ઉજરડાઓથી વિચારો કલ્પનાઓ તરબતર થઈ,

સમયના અખબારે છપાતા આર્ટીકલો નકલ થઈ.


Rate this content
Log in