Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

વરસાદમાં...

વરસાદમાં...

1 min
6.6K


વીતી પળ જ્યાં સાંપડે વરસાદમાં,

છાનું ભીતર ત્યાં રડે વરસાદમાં.

 

ઝાપટાં પર ઝાપટાં પર ઝાપટાં,

યાદના રેલા દડે વરસાદમાં.

 

એક છત્રીમાં જો બે જણ હોય તો,

ચાર આંખો આથડે વરસાદમાં.

 

ઝરમરે જ્યાં મૌન હૈયે બેઉનાં,

બોલવાનું પરવડે? વરસાદમાં?

 

સાંજને નક્કી પ્રતીક્ષા કોઈની,

થાકી બેઠી બાંકડે વરસાદમાં.

 

આવવા અણસાર કરતી, તું – પછી,

શ્વાસ ધબકે આંકડે વરસાદમાં.

 

દૂર દેશે તું સજાવે ડાળ ને,

મૂળ એનાં અહીં જડે વરસાદમાં.


Rate this content
Log in