હું આજની નારી છું
હું આજની નારી છું
1 min
1.5K
આતંકવાદ ને દુશ્મન બધા પર ભારી છું.
કારણકે હું આજની નીડર, સ્વતંત્ર નારી છું.
ઘણું સહન કર્યું, અવાજો ઘણા દબાયા મારા.
આજ એની સામે હું તલવાર બેધારી છું.
ક્યાંક દીકરી, ક્યાંક બહેન, ક્યાંક પત્ની, ને
ક્યાંક માતા, અનેક કર્તવ્ય નિભાવનારી છું.
રામ, પયંગબર, ઈશુ અને સંતોની મા બની,
ઉદરમાં સમાવી એમનો સર્જન કરનારી છું.
બાળકોને ઘડું, ઘરને શણગારું લાગણીથી,
હમસફર પતિ પરમેશ્વરની પ્રાણપ્યારી છું.
મા-બાપ ને છોડી હું સાસરે જનારી છું.
ત્યાગ શબ્દનું મોલ વધારનાર હું નારી છું.
હું આજની નારી છું ...હું આજની નારી છું.