Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kavi Jalrup

Others

3  

Kavi Jalrup

Others

દીકરીની વ્યથા

દીકરીની વ્યથા

1 min
6.7K


થોભીજા દાક્તર

સાંભળ

મારે નવી દુનિયા જોવી સે

સફરજન જેવો સુરજ

અને

રોટલા જેવો ચંદર જોવો સે

ભઈલાની જેમ કાલુ કાલુ બોલવું સે

આંગણામાં ઝાંઝરી પહેરી

બહેનપણી સાથે

ઠાકલા દા અને પાંચીકે રમવું સે

પાટીમાં ક ખ  ગ ઘ લખવા સે

કારણ કવ

વકીલ થવું સે

કાયદો ઘડવો સે

ઈશ્વર સામે કેસ કરવો સે

ઈટથી ઈટ બજાવી દઈશ

ઈશ્વરને પૂછવું સે

ગુનો શું કર્યો સે

કે

મારી માતાની કૂખમાં જ

ગળું ઘોટીને મારી નાખે સે...

જલરૂપ મારે તો

ઈશ્વર પાસેથી

જવાબ માંગવો સે.


Rate this content
Log in