Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sandip Bhatiya

Inspirational

5.0  

Sandip Bhatiya

Inspirational

ખાધું-પીધું સંસાર કર્યો ને...

ખાધું-પીધું સંસાર કર્યો ને...

1 min
1.2K


જન્મયો, રેડિયા જેમ રડ્યો,

દડા જેમ એક હાથેથી બીજા હાથે ફર્યો.

ને માનો વ્હાલ વરસ્યો,

પિતાના પ્યારે પલળ્યો,

ઠુંમક ઠુંમક હું ચાલ્યો,

ફૂલની જેમ હું ખીલ્યો,

ખૂબ રમ્યો...

રમતા-રમતા ભણ્યો-ગણ્યો

ને થૈ ગયો મોટો,

આ... હા... વસંત આવી મારા જીવનમાં,

દિલે કળિયો ખીલી રંગબેરંગી,

મળી ગઈ મને જીવન સંગીની,

ખળખળ વહી જીવનની નદી,

ને સ્વપ્નો સજાવ્યા,

જચ્ચા બચ્ચા હીરા મોતી જેવા અવતર્યા,

ને નાનાથી મોટા કર્યાં ,

ઝૂંપડાનો મહેલ કર્યો,

ને હું ઘરડો થયો હા, હા

હું ઘરડો...

ને કાને ન સંભળાય

ના બોલાય ; કઈ ના થાય .

ને હવે હું બોજ લાગ્યો મને,

ને...

છતાં જીવ્યો ખૂબ જીવ્યો,

આધિ વ્યાધિ ઉપાધિ

ને લડ્યો ને અંતે મર્યો,

ખાધું પીધું સંસાર કર્યો,

ને મરી ગયો.

 

 

 


Rate this content
Log in