Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopal Dhakan

Others

4.4  

Gopal Dhakan

Others

કોને આવરણ ??

કોને આવરણ ??

1 min
250


જ્યારથી પણ

કોઈ તેજ પુંજમાંથી

છૂટું પડ્યું હશે,

જગત આ ત્યારથી,

નગ્ન છે આમનું આમ જ.


કોઈ પરિધાન વગર રખડે છે બધે સહજ,

કોઈ રંગે એના

ઘાટીલા દેહને કરવા રૂડો,

હિમંતે ય ના કરી !


એને જરૂર પણ શું એવાં કોઈ આવરણની,

જેનાથી એ છુપાવી શકે સ્વભાવ એનો ?

કોતર, ખીણ કે ઝરણાને

ક્યારેય આભૂષણ - વસ્ત્રની જરૂર ન પડી ?


એ સુંદર છે ,

કારણ, એ નગ્ન છે.

એ જ ક્લબલતું ઝરણું સહજતાથી ભળીને

સાગરમાં,

નગ્ન જીવેને નગ્ન ભળે છે,

કોઈ પરવા વગર,

કોઈ રોકટોક વગર.


ને ચર્ચા કરે પણ કોણ ?

જ્યાં સ્વીકાર છે નગ્નતાનો,

આડંબર વગર,

પક્ષીની ચાંચથી,

સિંહણના નોર, સ્વીકાર્ય છે નગ્ન.


છુપાવી શકાય નહીં એ નગ્નતા

કોઈ આવરણમાં,

નગ્નતા છુપાવી જાણે છે માણસ.

માત્ર માણસ.


Rate this content
Log in