Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

૧ એપ્રિલ, ૨૦૧૭

૧ એપ્રિલ, ૨૦૧૭

1 min
1.4K


જુઓ એપ્રિલનો મહિનો આવ્યો,
સાવનની ઝડી લાવ્યો.

એપ્રિલમાં સાવન છત્રી મનભાવન;
વરસાદ મન મૂકીને વરસ્યો.

એપ્રિલ મહિનો જૂની યાદોનો મેહુલો
તનબદન ભીંજવી ગયો.

હું નહીં રહું, એ રહ્યાં નથી આજે,
નિશાનીઓ પ્રસરાવી ગયો.

પહેલી તારીખની વાટ જોતી હતી,
ગાડી ડ્રાઈવર લઈ આવ્યો.

થિયેટર મુવી ડીનર 'સન એન્ડ સેન્ડ'
બાળકો સાથે કાફલો ચાલ્યો.

હરખપદુડાં સહુ આવીને ઊભા ત્યાં;
બારણે અવાજ સંભળાયો.

ઊઠો સાસુમા, ચા પીઓ પેલા પાડોશી,
ચંપામાસીનો દેકારો સંભળાયો.

નજર સમક્ષ પેલો તારીખનો ડટ્ટો;
ખડખડાટ હસ્તો સંભળાયો.

'પહેલી એપ્રિલ' છે દીવાસ્વપ્ન ત્યજીને,
બગીચામાં ટહેલવા પગ ઉપાડ્યો!


Rate this content
Log in