Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સમાધી ચડે છે
સમાધી ચડે છે
★★★★★

© Vijaykumar Jadav

Others

1 Minutes   6.4K    4


Content Ranking

હવે તો બરાબર સમાધી ચડે છે;
પછી ઝીણાં મોતીડાં ઝરમર ઝરે છે.

પ્રથમ ચમકે છે વીજ,'ને મેઘ ગરજે;
પછી ધ્યાની અધ્ધર'ને અધ્ધર ચડે છે.

અહીં થાય છે ધમપછાડા ઘણાંયે,
છતાં સાધુજન ક્યારે આમાં પડે છે?

અગમ 'ને અગોચર તરફ નીકળેલા,
અગોરીને ક્યારે દુઃખો શું નડે છે ?

પદાર્થ કયો છે જગતમાં નકામો ?
અહીં માનવી માનવી પર પડે છે.

પરમ તત્વ સ્વયં આ કાયામહીં છે;
છતાં શોધ ઇશ્વરની ક્યાં ક્યાં કરે છે?

જશે વાત પાછી અવળ મારગે પણ;
'વિજય' શાને અમથા ડખામાં પડે છે?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..