Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Classics Romance

4  

Harshida Dipak

Classics Romance

સાથ તારો આપજે

સાથ તારો આપજે

1 min
13.6K


ઓ સજન તું દિલમાં વિશ્વાસ તારો આપજે, 

જિંદગીના મારગે અજવાસ તારો આપજે.


હોય રસ્તો એકરૂપ પણ વણાંકો આવતા, 

ચાલવાને આ ડગર પર સાથ તારો આપજે.


શબ્દથી શણગારતી ને અર્થ ને અજમાવતી, 

એ હલકથી ગીત ગાવા રાગ તારો આપજે.


'તું' માં 'હું' ને 'હું' માં 'તું' ની આ કરામત જિંદગી, 

આવ ઘરની ખોલ ડેલી શ્વાસ તારો આપજે.


ક્યાં ખબર છે કેટલું આ ધમણનું આયખું, 

પ્રેમ - પગલાં પોંખવા સંગાથ તારો આપજે.


Rate this content
Log in