Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Romance

3  

Harshida Dipak

Romance

હું અને તું

હું અને તું

1 min
13.8K


એક વાર ચાલતાં ચાલતાં એમણે મને પૂછ્યું.

કોણ છે તું ! અને કોણ છું હું ? આ પ્રેમભર્યો જે સંબંધ છે, તે શું છે ? 

એ મારો પણ છે

એ તારો પણ છે

ક્યાંય લખ્યો નથી

ક્યાંય વાંચ્યો નથી

ક્યાંય જોયો નથી

ક્યાંય સાંભળ્યો નથી

તોયે એ જાણીતો છે

થોડોક તારો છે

થોડોક મારો છે

તે શું છે ?

મેં હસીને કહ્યું

આ રસ્તો છે તું

મંઝિલ છું હું

આ નદી છે તું

સાગર છું હું

આ પર્વત છે તું

ખીણ છું હું

આ અંબર છે તું

ધરતી છું હું

આ શ્વાસ છે તું

ઉચ્છવાસ છું હું 

આ તારામાં હું

અને મારામાં તું..

આ જ પૂર્ણ સત્ય

એક તું અને એક હું ...

તું હું એ જ પ્રેમ .


Rate this content
Log in

Similar gujarati poem from Romance