Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hanif Sahil

Inspirational Thriller Fantasy

0.8  

Hanif Sahil

Inspirational Thriller Fantasy

રાખે છે

રાખે છે

1 min
13.6K


એ કઈ રીતે આ અસ્તિત્વમાં રણમાં રાખે છે,

સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે.

ન તો સંબંધમાં, સંદર્ભમાં  કે ઘટનામાં

સતત અભાવના વાતાવરણમાં રાખે છે

સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં,

કદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે

એ પાસ રાખે છે મુજને ય દૂર રાખીને,

ઉપેક્ષામાં ય પરંતુ શરણમાં રાખે છે.

કદી એ આપે તરસ માંહે તડપવાની સજા

કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે

ન ખુલ્લી આંખમાં રાખે ન બંધ આંખોમાં,

છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે

હનીફ એથી તાગલઝુલ છે તારી ગઝલોમાં,

કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે. 


Rate this content
Log in