Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

જરાક બાંધો ને

જરાક બાંધો ને

1 min
6.7K


આશાઓને અમર રાખવા દોરડાં જરાક બાંધો ને,
તૂટતાં જતાં સ્વપ્નોનાં પોટલાં જરાક બાંધો ને.

તત્પર છે જ બધા અહીં ભાંગવાને નાનકડું ઘર,
કોઈક તો રળિયામણા ઓટલા જરાક બાંધો ને.

વિખરેલાં પડ્યાં છે સ્વપ્નો અહીં તહીં એમજ,
ભાંગે કંઈ મળશે ઘર હવે ચાર ચોટલા બાંધો ને.

ફરી બેઠો થઈશ રાખ મહીં સહજ ભાવે,
હૈયું હરખાય એવાં કૈંક હોંસલા બાંધો ને.

પડઘાશે દૂર સુધી હવે રળિયામણા ટહુકા,
અલગારી આંગણ મહીં હવે મોરલા બાંધો ને.


Rate this content
Log in