Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pushpa Maheta

Inspirational

3  

Pushpa Maheta

Inspirational

અંજળ હતું

અંજળ હતું

1 min
12.9K


આંખ સામે ઝાંઝવાનું જળ હતું,

આપણું સગપણ નર્યું એક છળ હતું.

યારની યારી મહામુલી મિરાત,

બોલનારાનું કથન પોકળ હતું

એ મિલન સંભારણું એક થઈ ગયું

લાગણીનું જે ભીનું વાદળ હતું.

મેઘ દેખી આંખડી જેની ઠરી –

એ જ મૂરત શુભ અને મંગળ હતું

ક્રોધના ચહેરાની ભીતર જોયું તો,

ઊર્મિ ભરેલું વહેણ તો ખળખળ હતું!

કો અજાણ્યા ઘરને પોતીકું ગણી

આયખું ખોયું એ પણ અંજળ હતું

સાત ઘર ઠેકીને ઠીકરી દાવમાં

એક ઘર ભૂલ્યા એ શૂળ હરપળ હતું 


Rate this content
Log in