Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

હાલને એલી

હાલને એલી

1 min
14.1K


વડલે બેઠો મોરલીયો આજ વરસાદી વાછટમાં કાંઈ ટહુકાભીનું ડોલે...
હાલને એલી!
ગામને પાદર ચાર દિશાએ  વનમાં ઘૂમી ધીમું ધીમું હોલે હોલે...

ઓરડે ધીમું અજવાળુંને
ડેલિયે શમણાં છમ્મ !
મેઘલી રાતે અંધારાથી
દીવડાઓ ધમધમ !
કિચૂડ કિચૂડ ઝાંપલિયુંના રવમાં ડૂબે મનડું પછી ચડતું અરધા ઝોલે...

ફૂલડે ઉગે નામ નવેલું
શેરીયે પગલાં - છાપ
ભરચક ભીની લાગણિયુંથી
ઊઘડે આપો આપ
બાર ચપોચપ ઉઘડી જાતાં મેઘધનુંના રંગ નિહાળી શ્યામલ હૈયું ખોલે... 


Rate this content
Log in