Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


ઝરણાંનાં નીર

ઝરણાંનાં નીર

1 min 1.2K 1 min 1.2K

નવરંગી ફૂલડાની છાબડી, રે લોલ...
મઘમઘતા ભર્યા મથોમથ
મારા સાંવરિયા લોલ...

હૈયે તારા વ્હાલની હેલી ચડી, રે લોલ...
ઝરણાંનાં નીર જેમ છલકાતી લોલ...
ખળખળતી ધીમી ધીમી જાત.
મારા સાંવરિયા લોલ...

પાણીની ઢોચકી ઢળી પળી, રે લોલ...
આભલાના તરાલાને ગૂંથતી, રે લોલ...
ચંદરવે ગૂંથી ભીની ભીની જાત,
મારા સાંવરિયા લોલ...

અધરાતે આંખડી લડી પડી, રે લોલ...
મોરલાનો ટહુકો મીઠો ગૂંજતો રે લોલ.
કાનુડાની વાંસડીનો નાદ,
મારો સાંવરિયા લોલ...
રાધાના હૈડે હેલી ચડી, રે લોલ...


Rate this content
Originality
Flow
Language
Cover Design