Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હરિને ફરિયાદ

હરિને ફરિયાદ

1 min
13.4K


હરિ તું હાથ મારો ઝાલ.

હરિ તું દેખાડ તારું વ્હાલ.


શરણાગત હું જન્મોજન્મનો,

ફેરો ફરું છું હું આવાગમનનો.

વીતી કેટકેટલી સાલ...હરિ તું. 


તારી આશાએ જીવનારો .

કહી દે કેશવ હું છું તારો.

તારાં કદી ન હોય કંગાલ...હરિ તું. 


તારી કૃપા ક્યાં છે થોડી

કરજે કરુણા દોડી દોડી

ભક્તિ બળે માલંમાલ.....હરિ તું. 


છોડ કંજૂસાઈ હવે હરિ તો

થાક્યો કહીને ફરી ફરી તો

વરસ અનરાધાર કૃપાલ....હરિ તું. 


Rate this content
Log in