Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચુંદડી
ચુંદડી
★★★★★

© Alpa Vasa

Others Inspirational Classics

1 Minutes   1.2K    5


Content Ranking

    

ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી...

પહેલી ચુંદડી મુને બાપુએ ઓઢાડી,

ગુલાબી કોર ને ફુમતું ગુલાબી 

ઠુમકતી ચાલુ હું, બાપુની ઢીંગલી.

        ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી.

બીજી ચુંદડી મુને વીરાએ ઓઢાડી,

જ્યારે હાથે બાંધી મેં રેશમની દોરી,

વીરાની હું તો વહાલી બેનડી.

       ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી.

ત્રીજી ચુંદડી મુને માડીએ ઓઢાડી,

સફેદ પાનેતર ને કોર સોનેરી,

ઓવારણ લઈને મુજને વળાવી.

       ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી.

ચોથી ચુંદડી મુને પીયુએ ઓઢાડી,

લાલ રંગને ભાત લીલી પીળી,

શરમાતી હું તો જાણે લજામણી.

      ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી. 

 

કવિતા ગરબો ચુંદડી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..