Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

દોડતો કેવો રહ્યો...

દોડતો કેવો રહ્યો...

1 min
13.7K


દોડતો કેવો રહ્યો એ દરબદર,
જિંદગી! હાંફી રહી કારણ વગર!
 
ભર વસંતે એટલી મ્હોરી ઉઠી,
કે પછી ફરકે નહીં કો, પાનખર.
 
વૃક્ષની ડાળે નિરાંતે ઝુલતું,
ક્યાં ગયું એ માતબર લીલું નગર?
 
કેદ કરવું મારે આખું વિશ્વ, પણ,
દૃષ્ટિ આપી તેય પાછી માપસર.
 
મન થયું બસ એટલે આવી પડી,
ઘર નથી, તો કાફી છે મીઠી નજર.
 
ચાર ભીંતોને તમે જ્યાં ઘર કહ્યું,
અમે જીવી લીધું બસ ઘર વગર.
 
મૌનના સંવાદ એવા બોલકા,
ખાલીપો મુજ થૈ ગયો બસ તરબતર.
 
શબ્દ સાથે હર ક્ષણે જીવી મરી,
આ હયાતી એટલે થઈ ગઈ અમર.
 
 
 
 
 
 


Rate this content
Log in