Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Baghthriya

Others

2  

Nilesh Baghthriya

Others

આ રંગોએ ભારે કરી છે

આ રંગોએ ભારે કરી છે

1 min
977


આ રંગોએ ભારે કરી છે
ડાઘડૂઘ જિંદગીને રંગીન કરી છે.

સ્કેચ રહી જાત એનો અધૂરો
આ કેસુડે કમાલ કરી છે.

શીશીઓ અત્તરની શું કરે?
જયારે ફૂલડે ફૂલડે વસંત ભરી છે.

ઘાયલ થવામાં બાકી શું રહે?
ફાગણીયા બેશરમ પવને એની લટ ઉડી છે.

નિસર્ગનો નશો બેફામ કર્યો છે
શબ્દે શબ્દની હારો જાણે! નાચી ઉઠી છે.

અંગે અંગે કામણ થયા છે
આજ વસંતે માણસે માણસે કૂંપળ ફૂટી છે.

સુકાયેલી કેટલીક ડાળો નાચી ઉઠી છે
લીલું કશું ઉગ્યું ને જાગી પડી છે.

જીવી જવાને આ હરિયાળી
"નીલ"ની હર મૌસમ હવે વસંત બની છે.

 


Rate this content
Log in