બારે માસ મૃગજળ
બારે માસ મૃગજળ
1 min
282
દુનિયાની ભીડમાં સાવ એકલો અટુલો છું,
હજાર આંખો વચ્ચે પણ એકલો રડેલો છું,
તને કહી દઉં કેમ ? કે તું મારો નથી તો કોઈનો નથી,
ખુદનો નથી થઈ શકતો એટલે હું કોઈનો આયનો નથી,
સમંદરના મોજાં તો ઘડી બે ઘડીની ખુશી સમા છે,
તે આપેલી એકલતાના વાયરા તો, શ્વાસો સમા છે,
તું કહે છે હવે તમારા રોદણાંને વ્હાલ સાંભળી શકતો નથી,
સાચું કહી દે કે હવે લાગણીઓ સાંભળવા માગતો નથી,
બધાને તો ઉનાળે જ આંખો છેતરતી હોય છે,
મારે તો તમારા સંબંધે બારે માસ મૃગજળ હોય છે.