Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

તૂટેલો બંધ છું...

તૂટેલો બંધ છું...

1 min
13.5K


હસ્તરેખાથી જ તો પાબંદ છું,
ભાગ્યથી વાંકો વળેલો સ્કંધ છું.
 
ચોતરફથી હું તૂટેલો બંધ છું,
તોય વ્હેતાં પૂરમાં અકબંધ છું.
 
‘હું’પણાનો છેદ ઊડે એ પછી,
હું જ મારો અંત ને આરંભ છું.
 
કોની સાથે કોણ ઊભો જોઈને,
ગોઠવણ જેવો જ હું સંબંધ છું.
 
મારી ગઝલો કોઈએ નહિ મૂલવી,
કોણ સમજે ? અટપટો હું છંદ છું.
 
હું જ મારા બાગનો માળી છતાં,
કેમ ઉપેક્ષિત હું ફરજંદ છું


Rate this content
Log in