Satish Sakhiya

Tragedy


Satish Sakhiya

Tragedy


છેતરાયો છું

છેતરાયો છું

1 min 7.1K 1 min 7.1K

સમયે સમયે સમરાયો છું

જરૂર પ્રમાણે વપરાયો છું

ઘણી કોશિષ કરી છતાંયે

શરમમાં આવી છેતરાયો છું

રાખવા જતાં રિવાજ જૂના

આધુનિકતાથી અંતરાયો છું

કહેવું કોને અહીંયા કહો

હું વગર કાતરે કતરાયો છું

ઝખ્મોને જીગર માં ધરબી

દર્દના ધોંસરે જોતરાયો છું

લાખ મહેનત કરી બચવા 

છતાં વારંવાર વહેરાયો છું

શું કહેવું "સતીષ" અંહીયા

વ્હાલાના હાથે વેતરાયો છું


Rate this content
Originality
Flow
Language
Cover Design