Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Classics Inspirational

2  

Masum Modasvi

Classics Inspirational

ગઝલ - લાલસા

ગઝલ - લાલસા

1 min
7.2K


મન તણી શંકા ધરાવીને ચલે,

ભાવની આશા જગાવીને ચલે,


બે કદમના ફાસલે દુરી છતાં,

છાપ પગલાંની ગણાવીને ચલે,


વાત હૈયા માં દબાવી ના શકે,

થઇ નિછાવર સર નમાવીને ચલે,


ભાવ મનના હેતમાં રમતાં કરી,

હેત ધારી મન બનાવીને ચલે,


લાગણી ભીનો સહારો શોધતાં,

યાદને ખ્વાબે સજાવીને ચલે,


આ જગતનો માન મોભો સર કરી,

જશ બધો નામે ચડાવીને ચલે.


કેટલી માસૂમ હ્રદયની લાલસા,

જે ગળે સૌને લગાવીને ચલે.


Rate this content
Log in