Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsh Bhrambhatt

Others

4  

Harsh Bhrambhatt

Others

છે સરળ છોડી

છે સરળ છોડી

1 min
14K


છે સરળ છોડી કશું પણ નીકળી જાવું
ખૂબ અઘરું હોય છે પાછા વળી જાવું

એ પરમ સુખની પળો છે, સ્વર્ગ છે તારું
શક્ય જયારે જ્યાં બને ખુદને મળી જાવું

શક્યતા ભીતર રહી ખુદની જે બનવાની
એ જ 'બનવાને' કહે છે ઝળહળી જાવું

ગીત ઝરણાં,ફૂલ,પંખી, ગાય છે હરદમ
મૌન થાતાં આવડે તો સાંભળી જાવું

જો સધાયા સૂર હો તો વાદ્ય સૌ ફેંકી
છે બધે એ ગીત, ફરવા નીકળી જાવું

આ સમયની નહિ સ્થિતિની 'હર્ષ' વાતો છે
લોકને પરલોક સાથે સાંકળી જાવું


Rate this content
Log in