Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Thriller

5.0  

Sapana Vijapura

Thriller

વાગે છે

વાગે છે

1 min
489


પ્રાણવાયુ કેમ ઓછો લાગે છે?

ઝાડને શું ઘા ફરીથી વાગે છે?


બારણે બેસી રહે છે ચકલી પણ,

વૃક્ષની ખુશ્બુ અહીં પણ લાગે છે,


ફૂટનારી છે ફરી લીલી કૂપળ,

વૃક્ષ જુનાં વસ્ત્ર તેથી ત્યાગે છે,


ઓરડે એકાંતમાં માં ગુજરી ગઈ,

હાર ફૂલોનાં દિવાલે ટાંગે છે,


મન નથી મળતાં જરા પણ જેના એ,

આજ બંધાયેલ એક જ ધાગે છે,


ચાંદ તો ચોકી કરે છે સૂરજની,

એની પાછળ રોજ જુઓ ભાગે છે,


કોઈએ ચોક્કસ વચન આપ્યું લાગે,

કોણ આખી રાત ખાલી જાગે છે,


કોઈ 'સપના' બસ ફકત જોવા માટે

એ મન જ ક્યાં પૂરાં કરવાં માંગે છે.



Rate this content
Log in

Similar gujarati poem from Thriller