Pragna Vashi

Others


3  

Pragna Vashi

Others


તમે સ્હેજ સ્મિત વેર્યું...

તમે સ્હેજ સ્મિત વેર્યું...

1 min 6.7K 1 min 6.7K

તમે સ્હેજ હાસ્ય વેર્યું, હું મને ભૂલી ગયો છું,
મને કોઈ તો ઉગારો, આ હું ક્યાં ખૂંપી ગયો છું.
 
મળી એક એ જગાને જરી ભીંજવી ગયો છું,
કોઈ પાંપણો ઢળી ત્યાં, હું ઝૂકી ઝૂકી ગયો છું.
 
મને જિંદગીએ થોડી, જીવવા જગા શું આપી,
પછી એ જ નામ પર હું, ખુશીથી જીવી ગયો છું.
 
ન તું લાકડી બન્યો કે, ન ખબર કદીય લીધી,
તે છતાંય તારે નામે, હું જીવન લખી ગયો છું.
 
મને એટલી ખુશી કે, ઊગે સૂર્ય તારે ગામે,
ભલે હું કિનારે પહોંચી, જરી આથમી ગયો છું.
 
પ્રિયે! તેં કદીય જોયું, ભરી પ્રેમ આંખમાં ને,
પછી તૂર્ત હું કનડતી, વ્યથા કેવી પી ગયો છું.
 
પછી એક દી, તો લોભી એ ભ્રમરને કેદ થઈ ગઈ,
હવે એ વિચારે એવું કે હું ક્યાં ચૂકી ગયો છું.
 
 

 

 

 

 

 

 

 

 


Rate this content
Originality
Flow
Language
Cover Design