Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

નાનું સરખું ગોકુળિયું

નાનું સરખું ગોકુળિયું

1 min
270


નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે વૈકુંઠ કીધું રે,

ભક્તજનોને લાડ લડાવી, ગોપીઓને સુખ દીધું રે. - નાનું. ૧

ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના'વે રે

છાશ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે રે. - નાનું. ૨

વણકીધે વહાલો વાતાં કરે, પૂરણ બ્રહ્મ અવિનાશી રે,

માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકારી રે. - નાનું. ૩

બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,

નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. - નાનું. ૪


Rate this content
Log in

Similar gujarati poem from Classics