Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જો..
જો..
★★★★★

© Gaurang Thaker

Others

1 Minutes   12.9K    2


Content Ranking

કહ્યું મેં એમ કે મંદિરનો તું પૂજારી જો,
તને ક્યાં એમ કહ્યું એમાં બ્રહ્મચારી જો?

અમારી જેમ પ્રથમ તું ય મોંઘવારી જો,
પછી ખુમારી ઉપર બોલવા વિચારી જો.

એ શંખ, ચક્ર, ગદા, પદ્મમાં નહીં દેખાય,
જો ધારવાનો છે તો માનવીમાં ધારી જો.

ઉકેલ હોય નહીં એવો પ્રશ્ન છે જ નહીં,
દરેક વાતે જરૂરી નથી કટારી જો.

અહીંયા કૂંપળો ફૂટી છે પાણી લાવ હવે,
કશે તો તારી ફરજ જો જવાબદારી જો.

અમે તો હાથ મિલાવ્યો જ છે હ્રદયપૂર્વક,
તને જો હોય હ્રદય તો મને નકારી જો.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..