Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

4  

Ninad Adhyaru

Others

ગીતોમાંથી ગઝલો ફૂટી,

ગીતોમાંથી ગઝલો ફૂટી,

1 min
13K


યાદ તમારી તાજી થઇ ગઈ,
સહરામાં વનરાજી થઇ ગઈ

દિલ જાતે વેંચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઇ ગઈ.

બોલો..બોલો..કંઇ તો બોલો
એવી શું નારાજી થઇ ગઈ?

હાથ પકડ્યો એનો ત્યાં તો, 
દુનિયા આખી કાજી થઇ ગઈ!

ઈચ્છા ધબ-ધબ નીચે ઉતરી,
આબુથી અંબાજી થઇ ગઈ!

ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઇ ગઈ!

એણે એક જ પત્તું ફેંક્યું,
મારી આખી બાજી થઇ ગઈ!

દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઇ ગઈ.

આ તે કેવું શૂરાતન કે-
બીડી પણ શિવાજી થઇ ગઈ!

'નિનાદ' ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઇ ગઈ.


Rate this content
Log in