જે પળે જે મળે
જે પળે જે મળે
1 min
13.2K
જે પળે જે મળે વધાવું છું
હું સમયને પછી હરાવું છું
યોગ્યતા મ્હેકની ધરાવું છું
ફૂલ થઈ ડાળને ઝૂકાવું છું
જન્મથી આ ફકીરી આવી છે
હું ઘણું દ્વારથી વળાવું છું
મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું!
મારી ઓળખ સરળ બને માટે
તારો છું એમ ઓળખાવું છું
જાય આગળ તો દર્દ થઈને જાય
સ્વપ્ન પાંપણ સુધી જ લાવું છું