Hasmukh Amathalal

Others


Hasmukh Amathalal

Others


કાળજાને વીંધે તો જાણજો

કાળજાને વીંધે તો જાણજો

1 min 1.2K 1 min 1.2K

બા, બા "ભુ.. ભુ.."
સામેજ ઉભા છે સ્વયંભૂ
તમારી જીભ ચાલતી નથી
મા - બાપ અચંબિત છે પણ અજાણ નથી.

એક એક શબ્દ કાન માં ગુંજે છે;
એનો જન્મદિવસ આજે છે.
પા, પા પગલી કરી મન મોહી લે છે.
માયામાં મન લિપ્ત થઇ થનગની ઉઠે છે.

મા બાપ શિક્ષિત નથી પણ વારસો અમુલ્ય છે;
કરુણાની ગંગા મનમાં વહે છે.
પુત્ર મોટો થઇ ને અમારી જીવ ઠાર શે.
કેવા કેવા વિચારોનું ઘર્ષણ થતું હશે?

પુત્ર મોટો થાય અને પંથકમાં પૂજાય;
તેની રીતભાત બધાને પસંદ આવે પણ.
મા - બાપ પસંદ ના કરાય

તેની ગણના ભણેલ અને સંસ્કારી બાળકોમાં થાય;
મા - બાપને અંદર થી હાશ થાય.

કલેજું કપાઈ જાય જ્યારે પુત્ર બોલવાનું શીખવાડે.
ઘરમાં કોઈ આવે ત્યારે બે બોલ બતાડે.

કાળજું કેવું કપાઈ જાય જ્યારે મન પર ચોટ થાય,
બાળકની આ હરકત પર સ્વાભિમાનનું કેટલું હનન થાય.

એક વાત નું ઘણું મહત્વ છે;
સંસ્કાર જ મોટું સત્વ છે.
મળે જો વારસા માં તો ધન્ય સમજ જો
તેને સાચવી શકો તો જન્મારો સફળ જાણજો.

જેને સિંચન તમારું કર્યું છે;
આજે તમે હજારો રૂપિયા કમાતા હશો.
એક શબ્દ પણ તેમના કાળજા ને વીંધે તો જાણજો.
તમે કોઈ કાળે તેમના મન ને જીતી નહિ સકશો.


Rate this content
Originality
Flow
Language
Cover Design