Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Romance Classics

3  

Jashubhai Patel

Romance Classics

ક્ષણમાં

ક્ષણમાં

1 min
13.2K


ક્ષણમાં જીવું, ક્ષણમાં મરુ હું,

પગ ઊઘાડા, રણમાં ફરુ હું.

ન ફિકર કશાની,

ન બીક મરવાની.

આવે તોફાનો ભલેને, ગમે તેવા,

ઘૂઘવતા દરિયામાં રોજ તરુ હું,

ક્ષણમાં જીવું , ક્ષણમાં મરુ હું.

કરું છું પ્રેમ એટલો,

ચાંદ ને ચકોર જેટલો.

દિલ તો ધર્યું છે, મારુ તને,

બીજું તો શું, ચરણમાં ધરુ હું,

ક્ષણમાં જીવું, ક્ષણમાં મરુ હું.

કર્યા કેટલાય ઉપાયો,

ન હું ક્યાંય ફાવ્યો.

રસ્તો લાવું બીજો ક્યાંથી બોલ,

તને યાદ હવે સ્મરણમાં કરુ હું,

ક્ષણમાં જીવું, ક્ષણમાં મરુ હું.

લઇને ફરુ છું અરમાનો,

પણ રુઠ્યો છે જમાનો.

સ્વપ્ન પણ રિસાયા છે 'જશ'થી,

કહે, તો પછી શેમાં સરુ હું,

ક્ષણમાં જીવું, ક્ષણમાં મરુ હું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance