Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Crime

2  

'Sagar' Ramolia

Classics Crime

ચૂંટણી આવી

ચૂંટણી આવી

1 min
312


(કટાક્ષગીત)


ચાલ, મનુડિયા ચૂંટણી આવી, આપણા માટે તો જલસા લાવી; ચાલ, મનુડિયા.....


એક પક્ષના આવી આપશે પચાસ,

બીજા સો આપી મત માગશે ખાસ;

કોઈ વળી બસો જશે પકડાવી, ચાલ, મનુડિયા.....


રોટલાનાં બટકાં ખાઈ કંટાળ્યા,

એક મહિનો નવા નાસ્તા આવ્યા; લઈએ મોજની જિંદગી વધાવી, ચાલ, મનુડિયા.....


ઈંગ્લીશના પેગની આવશે મોજ, પછી ક્યાં મળવાનું છે રોજેરોજ? પછી કોણ દેશે બારણું ખટખટાવી,

ચાલ, મનુડિયા.....


અત્યારે તો ભાઈ, કરશે લ્હાણી, મીઠી-મીઠી તેઓ બોલશે વાણી; પછી તો સઘળું લેશે પડાવી, ચાલ, મનુડિયા.....


Rate this content
Log in

Similar gujarati poem from Classics