હજી છોકરું છું
હજી છોકરું છું
દરદમાં તરું છું પછી ફોન કરજો,
હરખમાં મરું છું પછી ફોન કરજો.
નથી ટેમ નિન્દા કરું કોઇની હું,.
સમય જોતરું છું પછી ફોન કરજો.
હજી પ્રેમ તારો ન ગમતો ખુદાને,.
ઇશકથી ડરું છું પછી ફોન કરજો.
નથી પ્રેમ કરવાને લાયક બન્યો હું,.
હજી છોકરું છું પછી ફોન કરજો.
ઘણી વાટ દેખી મળી ના છતાં તું,.
હવે સંચરું છું પછી ફોન કરજો.