Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Parekh

Inspirational Classics

0  

Ramesh Parekh

Inspirational Classics

કહેવાય નહીં...

કહેવાય નહીં...

1 min
220


આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં,

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ,

આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં.

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે,

ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં.

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ,

પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં.

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ,

રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં.

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે,

કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational