Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Mahida

Others

2  

Deepak Mahida

Others

આપો છો તમે...

આપો છો તમે...

1 min
6.7K


આંખથી આ આંખને કૈ વાત આપો છો તમે,

ને તમારા શ્વાસની સોગાત આપો છો તમે.

 

એક તો ફરવા કહો છો, સૂર્યની પાસે રહી,

ને પછી ઝાકળ સમી સંગાત આપો છો તમે.

 

છું વરસતાં વાદળોનાં રેશમી કાપડ સમો,

વિજળીની જેમ ઝળહળ ભાત આપો છો તમે.

 

શાંત વાયુ જેવું હાસ્ય ચહેરા ઉપર લઈ,

અમને ભીતર કેમ ઝંઝાવાત આપો છો તમે?.

 

લાગણીને ગુણવાની રીત આવડતી નથી,

દર્દની ઊપર જ અઢળક ઘાત આપો છો તમે.

 

એટલે ચમકી શકું છું આભમાં, 'જ્હાનુ' હું પણ,

સૂર્યને ઢાંકી દઈને રાત આપો છો તમે.

 

 

 

 

 

 

 


Rate this content
Log in