Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

ભાગમભાગમાં

ભાગમભાગમાં

1 min
13.8K


છે ક્ષણો તો રોજ ભાગમભાગમાં,
શોધ તારી મોજ ભાગમભાગમાં,

આ ઉતાવળ... ભૂખ સંતોષી ગઈ,
જાણે મારી લોજ, ભાગમભાગમાં,

એક બે ડૂમાને લઈને કંઠમાં,
સૌ જીવ્યા દરરોજ, ભાગમભાગમાં.

શક્યતાથી થઈ છે જાણે દુશ્મની,
હું જ મારી ફોજ, ભાગમભાગમાં.

આપણે જીતીને ટકવું પણ પડે,
જીતનો પણ બોજ, ભાગમભાગમાં.


Rate this content
Log in