Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopal Dhakan

Classics Inspirational

4  

Gopal Dhakan

Classics Inspirational

ચાલ, ઉગીએ

ચાલ, ઉગીએ

1 min
348

કુંડાની કુખમાં કેમ રે જીવાય, ત્યાં રૂંધાઇ રૂંધાઈને મરીએ.

પણ કોઈના બીબામાં ન ઢળીએ,

ચાલ, ઉગીએ અવાવરા ફળીએ.

જીવતરના ઝુરાપે એક તો વધ્યાં છે જિંદગીના દિવસો કેટલા ?

એમાંથી કાઢવાના તારા ને મારા બસ,આંગળીના વેંઢલા જેટલા.

ક્ષણ એક સવા સો કરીને જીવીએ, સાંજ ઢળે ને ઢળી જઈએ.

ચાલ, ઉગીએ અવાવરા ફળીએ......

ભીતરથી ભાંગેલાનું ભભકા ઠઠારામાં આયખું ય આખું છે જાય.

મીઠું હોય તો ય મીઠું લાગે નહીં, પંખી જો પિંજરેથી ગાય.

ફૂલડાંની જેમ કોઈ સરવરના નીરમાં ડૂબી ડૂબીને જાયી તળિયે.

ચાલ, ઉગીએ અવાવરા ફળીએ......

કે'વાનું કેશે એ રોજ દિન ઉગેને, દુનિયાને ગરણું બંધાય ?

કુંડા પર આવીને બેસે નહીં કોઈ દિ' એ પંખી શું કરશે સંધાય ?

વગડાની માટીમાં મોતીડાં ખોળીને, શ્વાસ મહીં ચાલને પ્રોવીએ.

ચાલ,ઉગીએ અવાવરા ફળીએ....

Rate this content
Log in

Similar gujarati poem from Classics