ઘર છોડીને શાળાએ જઈએ ભણીએ.
માનવમાંથી માણસ થઈએ ભણીએ.
અક્ષરજ્ઞાનનો ઉજાશ મેળવી ધપીએ,
વાચનનો વિસ્તાર વધારીએ ભણીએ.
સરવાળા બાદબાકીના દાખલા ગણીએ,
ગુણાકારને ભાગાકાર કરીએ ભણીએ.
મિત્રો સાથે હળીમળીને હેત પ્રસારીએ,
પાઠ સામાજિકતાના શીખીએ ભણીએ.
શીખી અને શીખવાડીએ સાંકળ થઈએ,
દીપથી થકી દીપને પ્રગટાવીએ ભણીએ.
પ્રાર્થના, ભજન, કવિતાને મધુરકંઠે ગાઈએ,
સ્પર્ધામાં અવ્વલ હંમેશાં થઈએ ભણીએ.