Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Others

3  

Shaileshkumar Pandya

Others

બા નો ફોટો..

બા નો ફોટો..

1 min
7.6K


અંતે મેં જાતથી છેડો ફાડયો,
મોબાઇલના કેમેરામાં જઈને બાનો છેલ્લો ફોટો પાડયો.
 
બાનું હોવું ઘરમાં એટલે ચારે ખુણે અજવાળું,
બા વિનાના ઘરમાં છે જાણે નિસાસાનું તાળું,
 
ખોળે અંજળ ખુટયા જાણી માનો પાલવ મેં ભીંજાવ્યો,
અંતે મેં જાતથી છેડો ફાડયો.
 
બાની આંખે રોજ ફુટતી મમતાની કૂંપળ તાજી,
બાપ વિનાના ઘરની બાએ જીતમાં ફેરવી બાજી,
 
ખુદ જળજળિયા પીધા માએ, મને છપ્પન ભોગ જમાડયો,
અંતે મેં જાતથી છેડો ફાડયો.
 
શ્રીફળ સાથે જાણે આજે રસોડું બંધાતું,
ફળિયું આખું આજે માના ચરણોમાં અટવાતું
 
મા વિનાનાં માના દેહને મે મારા ખભ્ભે ઉપાડ્યો.
અંતે મેં જાતથી છેડો ફાડયો,
 
મોબાઇલના કેમેરામાં જઈને બાનો છેલ્લો ફોટો પાડયો.
 
 
 
 


Rate this content
Log in