Jashubhai Patel

Others


2  

Jashubhai Patel

Others


કેમ?

કેમ?

1 min 6.9K 1 min 6.9K

ગાગર તો છલકાશે, હૈયાને છલકાવશું કેમ?
દિલ તો માનશે, પણ મનને મનાવશુ કેમ?

કેટલાય દિવસો ગયા વહી, જોવામાં વાટ 
એ ન આવે તો, બધું એમને જણાવશું કેમ?

કેટલાય ઓરતા છે અધૂરા એમને સતાવવાના 
પણ મળે જ નહિ તો, પછી સતાવશું કેમ?

લડત તો આપીએ છીએ, આમ જ રોજ 
પણ સદાય જીતતા સંજોગોને, હરાવશું કેમ?

વસે ભલેને એ દૂર, પણ આવે છે સપનામાં
ભૂખ્યાં છે પ્રેમનાં, એમને લાડ લડાવશું કેમ?

કરવાં છે કેદ હવે તો એવાં, છૂટે ન કદી
જર્જરિત છે જાળ પ્રેમની, ફેલાવશું કેમ?

દિલ લઇને ગયાં છે દૂર ભાગી એ 'જશ' 
એમને પ્રેમનાં સુરીલાં ગીતો સંભળાવશું કેમ?


Rate this content
Originality
Flow
Language
Cover Design