Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Divyakant Pandya

Drama

2.5  

Divyakant Pandya

Drama

આ આંસુ

આ આંસુ

1 min
14K

ગાલ પર વહેતી ખારાશ છે આ આંસુ,

શાયરનાં આયખાનો સારાંશ છે આ આંસુ.

બે દરદ વચ્ચેની શરત છે આ આંસુ,

ઓશિકાના કવરની પરત છે આ આંસુ.

શોરમાં ધીરે ધીરે ડૂસકે છે આ આંસુ,

અંતરનાં ઉજાગરે ધ્રુસ્કે છે આ આંસુ.

ગઝલની પાયાની ગરજ છે આ આંસુ,

ન કહેવાતા શબ્દોની સમજ છે આ આંસુ.

સન્નાટામાં સંભળાતા અવાજ છે આ આંસુ,

ભીડમાં ચુપકીદીનો રિવાજ છે આ આંસુ.

હૈયાની હળવાશનાં છેડા છે આ આંસુ,

પાંપણ જોડે દિલનાં ચેડા છે આ આંસુ.

કીકીઓમાં લાગણીનું વજુદ છે આ આંસુ,

પ્રતિઘાતની રાતાશમાં બારૂદ છે આ આંસુ.

ધીરજની આંગળીઍ લૂછાય છે આ આંસુ,

પ્રિયતમનાં આગમને ભુંસાય છે આ આંસુ.

મુફલિસની અદામાં અડકાય છે આ આંસુ,

મધરાતનાં ખોળામાં ખડકાય છે આ આંસુ.

Rate this content
Log in

Similar gujarati poem from Drama