Mukesh Jogi

Others


Mukesh Jogi

Others


કામ કયાં બીજું કશું

કામ કયાં બીજું કશું

1 min 13.3K 1 min 13.3K

આંગળી છે તો એ ઉઠશે કામ કયાં બીજું કશું,

નિત નવાં આરોપ ઘડશે કામ કયાં બીજું કશું !


કોઈના પૂજન તિરસ્કારોની પરવા ના કરે,

સૂર્ય છે, જે એ તો ઉગશે કામ કયાં બીજું કશું !


મનને મણકો આમ તો બન્ને પરોવાશે છતાં,

બે ય પાછા તો ય ફરશે કામ કયાં બીજું કશું !


ભૂખનો અંગાર છે, સગડી વિવશતાની હતી,

રાખ સાથે અશ્રુ બળશે કામ કયાં બીજું કશું !


સાથ દે તો દે, નહીં તો ના દે આ તો છે સમય,

પ્રશ્ન તીખાં તો ય કરશે કામ કયાં બીજું કશું !


હો મિલનની કે ઘડી જૂદાઈની સરખી નયન,

બેઉ હાલતમાં એ રડશે કામ કયાં બીજું કશું !


કોખ ઈચ્છાની રહે છે વાંઝણી વખતો વખત,

ભૃણમાં કાયમ એ મરશે કામ કયાં બીજું કશું !


આંખ આડા કાન કરવા ગૌણ બાબત છે અહીં,

ભીંત પાછા કાન ધરશે કામ કયાં બીજું કશું !


જાતને કૂવો ગણી "જોગી"ઉલેચ્યા રાખુ છું,

અર્થ સાથ અનર્થ ઝરશે કામ કયાં બીજું કશું !


Rate this content
Originality
Flow
Language
Cover Design