Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

સહેજ પણ સ્હેલું નથી...

સહેજ પણ સ્હેલું નથી...

1 min
14K


પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સ્હેલું નથી,

ને ઘૃણાને નાથવાનું સહેજ પણ સ્હેલું નથી.

 

પ્રશ્ન ઊભો એક મારો જ્યાં હવે અસ્તિત્વનો,

ત્યાં તને આકારવાનું સહેજ પણ સ્હેલું નથી.

 

ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલાં?

રોતી આંખે બોલવાનું સહેજ પણ સ્હેલું નથી.

 

આંગળી પકડી ઉછેર્યા ને સીંચ્યું જળ પ્રેમનું,

છોડ એ ઊખેડવાનું સહેજ પણ સ્હેલું નથી.

 

દુશ્મનોની ભીડમાં એક મિત્રને જોયા પછી,

મિત્રતા નિભાવવાનું સહેજ પણ સ્હેલું નથી.

 

ક્યાં છે અઘરું ન્યાય કરવો આંખે પાટા બાંધીને?

જુલ્મને સહેતા જવાનું સહેજ પણ સ્હેલું નથી.


Rate this content
Log in